Thursday 25 July 2013

બાપુજી તમ તમારે ચેનલ બદલો ને...

હું અને મારા બાપુજી ટી.વી જોવા બેઠા હતા...



ચેનલ ૧:આ બેન સવાર ના રોવે છે??અત્યારે રાત થઇ તોય રોવે જ રાખે છે શું થયું છે આમને??
ભોઠો:બાપુજી એ ટી.વી સીરીયલ ની અર્ચના છે અને સવારે હતું એ જ અત્યારે ફરી આવે છે..ખાલી આજ નઈ બધી સીરીયલ માં બધી રોતી જ હોય છે..તમ તમારે ચેનલ બદલો....
ચેનલ ૨:
અરે આ ભાઈ ને શું થયું છે??ક્યાર ના દોડે જ રાખે છે...કલાક માં ૨૦-૩૦ વખત એકનું એક જ દોડે છે??
ભોઠો:અલા બાપુ આ ભાગમિલ્ખા ભાગ ના ટેલર બતાવે છે...અરે તમે બદલો ને..
ચેનલ ૩:
અરે આ બચ્ચન હમણા મેગી ખાવા નું કેતો તો,પસી ડેરીમીલ્ક ની ચોક્લેત્યું ખાવાનું કે તો તો..હવે પ્રશ્નો પૂછે છે...આ ભાઈ જીતાડે છે ને પછી ખર્ચા કરવાનું કે સે..
ભોઠો:બાપુજી ઈ પહેલા જાહેરાત હતી ને હવે કોનબનેગા કરોડપતિ આવે છે..તમ તમારે બીજી ચેનલ મુકો...
ચેનલ ૪:
એહ આ ભાઈ દુકાળ માં ભરાઈ ગયો લાગે છે..કઈ ખાવા નું જ નથી જો ને આની પાસે..ક્યાર નો મકોડા,સાપ,વિછી,દેડકા,માછલી,ગરોળીઓ ખાએ જાય છે...અધૂરામાં પૂરું માખી નેય નથી છોડતો પ્રોટીન મળે પ્રોટીન મળે એમ કહી ક્યારનો જાત જાત ની માખીએ ખાય છે...ઝાડા નથી થતા આને??
ભોઠો:બાપુજી આ મેન વર્સીસ વાઈલ્ડ શો છે અને આ ભાઈ નું નામ બીયર ગ્રેલ છે..એને આ બધું ખાવાના પૈસા મળે છે..ઈ જંગલ માં એકલો ફરે છે..
બાપુજી:એમ??તો આ કેમેરો કોણ લઇ ને ફરે છે??
ભોઠો:ઈ બધું મને નથી ખબર અને કોઈ ને નથી ખબર..તમ તમારે ચેનલ બદલો ને..
ચેનલ ૫:
અરે આ WWF માં હવે આ રીતે ખુરસી પર બેસી ને ઝગડે છે??..પહેલા તો આ લોકો રીંગ માં રહી ને કુસ્તી કરતા હતા હવે ખુરસી માં બેસી ને ઝગડે છે..અને આ રેફ્રી એ કેમ શૂટ પહેર્યો છે??
ભોઠો:બાપુજી આ ડબલ્યુ.ડબલ્યુ.એફ નથી આ ન્યુઝ ચેનલ છે..અહી હવે સમાચાર ના હોય ત્યારે ભાજપ-કોંગ્રેસ વાળા ને ભેગા કરી ઝગડા જ કરાવે છે...તમ તમારે ચેનલ બદલો ને...

બળ્યું તમારું ટીવી..મારે નથ જોવું...ગીતો ની ચેનલ માં સીરીયલ આવે છે..
સમાચાર ની ચેનલ માં લાફ્ટર શો આવે છે...સીરીયલ વાળા ની વાતો કરોડો,મોટી મોટી ગાડીયો બંગલા વાળા જ હોય છે તોય રોતા ને રોતા,પિચ્ચર બતાવવા વળી ચેનલ માં ૧૦ મિનીટ નું બતાવે ને ૨૦ મિનીટ જાહેરાત આવે છે..મારે નથી જોવું ટી.વી લે પકડ રીમોટ...


.

Wednesday 23 May 2012

લો ફરી પેટ્રોલ ના ભાવ વધી ગયા..



લો  ફરી પેટ્રોલ ના ભાવ વધી ગયા...પણ આ સરકાર ની અસીમ કૃપા થી મને તો એક ફાયદો થાય છે,જયારે પણ પેટ્રોલ ના ભાવ વધે એટલે મારે આ ને આ પોસ્ટ મૂકી દઉં છું..લોલ્ઝ

બે આ પેટ્રોલ ના ભાવ એટલા વધી ગયા છે કે એવું લાગે છે કે બાઈક અપડા માટે નથી પણ આપડે બાઈક માટે છીએ.
શું કરવું એજ ખબર નથી પડતી .....
( હમણાજ એક એવો જોક સાંભળ્યો તો )
પેટ્રોલ ભાવ-વધારા પીડિત ભોઠો:મારી જોડે અડધો ઉપાય છે પેટ્રોલ બચવાનો.....
મનમોહન જી: કયો ?
ભોઠો:અમદાવાદ ના બધા રસ્તા ઢાળ વાળા કરીદો ,તો બાઈક ચાલુજ નઈ કરવું પડે .બસ એમજ રગડાઈ દેવાનું..
મનમોહનજી: અરે પણ ક્યારેક તો ઉપર તો જવું પડે ને...એ કઈ રીતે શક્ય છે...??
(આ ઉપર થી સાબિત થાય છે કે નેતા માં બુદ્ધી હોય છે.)
ભોઠો: મેં પહેલાજ કીધું તું કે મારી જોડે અડધોજ ઉપાય છે..
(અહી હું કોઈ ગેરંટી નથી લેતો કે તમને હસું આવશેજ .)
અરે હવે તો વધારે પેટ્રોલ પુરાવતા પણ બીક લાગે છે..બાઈક કરતા પેટ્રોલ મોઘું લાગે છે...
આ ભાવ-વધારા પછી તો પેટ્રોલ ની ટાંકી ઉપર અમુક ફેરફાર કરવા છે ,જેમકે

(૧)કોઈ કમ્પની નું નામ ના બદલે "પેટ્રોલ-દાન પેટી" લખવું છે

(૨)જો વધારે પેટ્રોલ પુરાવતા હોઈએ અને કોઈ ની નજર ના લાગે એટલે "બૂરી નજર વાલે તેરા મૂહ કાલા" અને કાળો ટીકો કરીને રાખવો છે .

  • અમુક શક્યતાઓ 

  1. અને હવે જો કોક વાર (ના છૂટકે ) પેટ્રોલ પુરાવા જવું એ પણ એક સ્ટેટસ ની વાત થઇ ગઈ છે...
    અને જે વધારે પેટ્રોલ પુરાવશે એના ઘરે પહેલા ઇન્કમ-તેક્ષ(income-tax) ના દરોડા પડશે.. 
  2. બેંક વાળા લોન માટે a\c માં કેટલું બેલેન્સ રાખો છો ?" એના પહેલા "તમે બાઈક માં કેટલું પેટ્રોલ રાખોછો?" એમ પૂછશે અને એની ઉપર લોન કેટલી ને કેવી આપવી એ નક્કી કરશે..અને હોમ-લોન,કાર-લોંન,પર્સનલ-લોન ની જોડે જોડે "પેટ્રોલ-લોન" બહાર પડશે..
  3. લોકો પેટ્રોલ પુરાવા ને બદલે પેટ્રોલ છાંટી ને ફરશે અને પોતાના સ્ટેટસ નું પ્રદર્સન કરશે.
યુવાનો માટે તો આમપણ પેટ્રોલ પુરાવું એ એક અઘરી વાત હોય ,એમાં પણ આ ભાવ-વધારો જાણે અગ્નિ-પરિક્ષા હોય એમ મુન્જય જાય છે.


એમના માટે પણ થોડી ટીપ્સ છે કે.
"અરે હમણા તો પેટ્રોલ હતું પણ કોઈક ચોરી ગયું લાગે છે"
બાઈક ને બે-ત્રણ કીક મારી ને આ લાઈન બોલવાનું રાખો....અને જેટલો છૂટ થી આ લાઈન બોવાનું રાખસો
એટલું લોકો ને તમારા પ્રત્યે લાગણી વધતી જશે...

કોક વાર ગર્લ-ફ્રેન્ડ ને મોર્નિંગ/ઇવનિંગ વોક પર લઇ જવાની...અને ૫-૬ કિલોમીટર એમ જ ચલાવી નાખવાનું...એટલે ત્રણ દિવસ થી વધારે નઈ ટકે...

વારે ઘડીએ ફેસબુક પર પેટ્રોલ પંપ માં ચેક-ઇન કરવાનું...(ભલે પેટ્રોલ ના પુરાવો..લોલ્ઝ)

Saturday 31 March 2012

મારો કીમતી અડધો કલાક મંદિર મા...પાર્ટ ૨

જાણે પાર્ટ ૧ નથી વાંચ્યો તેના માટે નીચે લીંક મૂકી છે..
http://bhothopadu.blogspot.in/2012/03/blog-post.html


કન્ટીન્યુ..


માંડ માડ વોલેટ ના દુઃખ માથી બહાર આવ્યો,ત્યાતો આગળ ભક્તો ના જુંડ ના ભાગલા પડતા હતા,
લેડીસ-જેન્ટ્સ ની અલગ લાઈન હતી..ત્યારે મનમાં ભગવાન ને પૂછ્યું "હેં ભગવાન,તમે લોકો ને જન્મ આપતા વિચારતા નથી,ત્યારે કોઈ ભેદ ભાવ નઈ તો અત્યારે કેમ?
એમ તો આ સરકાર પણ ભેદ-ભાવ નઈ રાખવાના એમ શીખવાડે છે,પણ જયારે અડ્મીશન અને નોકરી આપવા નો વારો આવે છે ત્યારે સરકાર જ ભેદ-ભાવ પાડે છે..કઈ નઈ જવાદો હશે ત્યારે.


             હું ઘણી મહેનત પછી ભગવાન ની મૂર્તિ આગળ પહોચ્યો.આહાહાહા,અદભુત.સુપર્બ,શું મૂર્તિ છે.
શું કારીગીરી છે.એક ઉમદા ઉદાહરણ ભગવાન ના બનાવેલા માણસ નું.એટલી સરસ મૂર્તિ કે જાણે "મેડમ તુશાદ" ના મ્યુઝીયમ મા ભગવાન નું આબેહુબ પૂતળું!
જાણે એવું લાગે કે હમણા બોલી ઉઠશે..એટલું વિચારતો હતો ત્યાતો ભગવાન બોલી ઉઠ્યા..
"વત્સ ભોઠા,તારા વિચારો ના વાયુ ને શાંત પાડ,મગજ ના તાર ને ઢીલા કર.અને ખોટું વિચારવા નું બંધ કર."
"અરેરેરે ભગવાન તમે???સાંભયું છે કે તમે તો તમારા પરમ ભક્ત ને જ દર્શન આપો છો,પણ મને તો તમારા અસ્તિત્વ પર શંકા છે.એટલે મને તો તમારી ઉપર સેજ પણ શ્રધ્ધા નથી"

ભગવાન:કેમ ભોઠા???

ભોઠો:શું કરું ભગવાન,તમારા એટલા બધા રૂપ છે કે કોને પૂજું એ જ ખબર નથી પડતી,પછી લાગ્યું કે આ ફેસબુક મા બધા ફેકએકાઉન્ટ બનાવે છે એમ તમારા પણ ફેક એકાઉન્ટ હશે...

પહેલા હું ગણપતિ બાપ્પા ને પુંજતો હતો,પણ તોય કોઈ સુધારો ના આવ્યો એટલે એમના પપ્પા ને પૂજવા નું ચાલુ કર્યું(શંકર ભગવાન ને),પણ તોય કોઈ મેળ ના પડ્યો તો લાગ્યું કે બધા પતિ એમાં સુપ્રીમ કોર્ટ ના ઓર્ડર ફોલોવ્ કરે છે એટલે એમના વાઈફ(પાર્વતી મા) ને પૂજવાનું ચાલુ કર્યું..
પણ આગળ વધુ શોધતા જાણ થઇ કે એમના પણ ઘણા રૂપ છે..
જેમકે દુર્ગા.કાળી,ચંડી.ત્રિમૂર્તિ ઈ.તી.સી....ઈ.તી.સી...
પછી  હું વધારે મુન્જાયો કે આમાં થી કોની પૂજા કરું??
પછી  નક્કી કર્યું કે હનુમાન દાદા ને પૂજું..પણ પછી મારા ફ્રેન્ડે કીધું કે સાઈ બાબા ના ગુરુવાર કર અને એમની પૂજા કર,પછી એક જણા એ લીધું કે લક્ષ્મી જી ને પુંજ.પછી થયું લાવ ને વિષનુ ભગવાન ની પૂજા કરું એટલે લક્ષ્મી જી પણ આવી જાય.

એમાં ને એમાં હમણા થોડા દિવસ પહેલા લોટરી લાગી.તો થયું કે લાવ ભગવાન નો આભાર માની લઉં..
પણ પાછો મુન્જાયો કે મેં તો ઘણા ભગવાન ની માનતા માનીતિ તો કયા ભગવાને મને લોટરી લગાડી હશે???
તો કોઈ ને ખોટું ના લાગે એટલે બધે "બાધા" પૂરી કરી.પણ એમાં ને એમાં લોટરી ની અડધી રકમ જતી રહી.
અને બીજી અડધી રકમ ચોરાઈ ગઈ.તો થયું કે ભગવાન નો કોપ પડ્યો લાગે છે,તો માફી માંગી લઉં..
પણ ફરી મુન્જાયો કે કોની માફી માંગુ???

           તો ભગવાન ને જવાબ આપ્યો કે"ભાઈ ભોઠા!!તું બામણ(બ્રામણ) છે મને ખબર છે.અને તને લાડવા ભાવે છે એ પણ ખબર છે..પણ હું તને કહું છું કે બધી જગ્યા એ લાડવા લેવા ના જા..કોઈ એક ભગવાન ની ભક્તિ કર..
જો  મીરા બાઈ ઝેર નો વાડકો ગટગટાવતા બધા ભગવાન ને યાદ કાર્ય હોત તો કોઈ ના બચાવા આવેત.
નરસી ભગતે બધા ભગવાન ને સાબિતી માટે બોલાવ્યા હોત તો હું ગેરંટી સાથે કહું કે કોઈ ભગવાન ના ફરકેત..
એટલે  ભક્ત થવું હોય તો હનુમાન જી જેવા થાઓ,કે છાતી ચીરી ને માત્ર "રામ" ના  જ દર્શન કરાવી શકે,
પણ  તમારા લોકો નો પ્રોબ્લેમ એ છે કે જો તમને કોઈ છાતી ચીરીને ભગવાન દેખાડવા નુ કહે તો
શિવ જી,રામ,કૃષ્ણ,સાઈ બાબા,વિષનુ બધા ના દર્સન કરવો..અને અમને ભગવાન ને ભોઠા પાડો...


નેક્ષ્ત્ આવતા અંક મા..

Monday 26 March 2012

મારો કીમતી અડધો કલાક મંદિર મા...

મારો કીમતી અડધો કલાક મંદિર માં...


           મારે કોઈ ડેટ ઉપર જવાનું નથી હોતું,ભણવાનું હોય છે પણ ભણવું ગમતું નથી ટુક માં હું નવરો જ હોઉં છું.એટલે મારી સાથે મારા સમય ની પણ કિંમત નથી. પણ અહી "કિમતી" એટલે કીધો કારણ કે હું મંદિર માં હતો,ભગવાન તો કીમતી છે ને?એટલે "વન્સ અપોન ટાઈમ ઇન મુંબઈ" નો પેલો ફેમસ ડાઈલોગ પ્રમાણે
"કુછ મહેંગા નઈ મિલા તો સસ્તે કો હી મહેંગા કરકે લાયા હું" ની જેમ "કુછ બીઝી નહિ મિલા તો બીઝી લોગ સેહી મિલકે આયા હું".હાસ્તોવળી ભગવાન જેટલું બીઝી કોણ હોય.

             હું આમ તો નતો જવાનો મંદિર પણ આગળ ટ્રાફિક બહુ હતો,એટલે થયું લાવ "ગ્રીન સિગ્નલ" થાય ત્યાં સુંધી જતો આવું,અને જો ભગવાન ના આશીર્વાદ(ભૂલ થી) મળી જાય તો છોકરી ની પણ ગ્રીન સિગ્નલ મળી જાય,
(ટુક માં દરેક ની જેમ સ્વાર્થ તો ખરો જ)
પછી અંદર જવા પ્રયાણ કર્યું ત્યાં જ ફૂલ,શ્રીફળ વેચવાવાળા એ રોક્યો.
"લો સાહેબ હાર લઈલો"!!!!
મેં કીધું "અરે ભાઈ હાર થી કંટાળી ને તો જીત ની આશા લેવા આવ્યો છું,અને તું ક્યાં હાર ની માંડે છે"
"અરે એમ નઈ સાહેબ,ભગવાન ને પહેરવા હાર લઈલો"!!!
"શું?લા તુંય,,આ ભગવાન ટોપી પહેરાવે છે એ ઓછી છે???"
તો  ઓલો કંટાળી ને કહે "તમે નઈ માનો સાહેબ,જવાદો..આલો કોઈ માનતા પૂરી થઇ હોય તો શ્રીફળ લઇ લઇ જાઓ,પણ અહી વધેરી ને લઇ જજો"
"ના ભાઈ હું ભગવાન ને કોણી એ ગોળ નથી લગાવતો,અને હા કેમ શ્રીફળ અહી વધેરી ને લઇ જવાનું???"
ફૂલવાળો :"અરે મંદિર મા હાઈ એલર્ટ છે.ત્યાં વિસ્ફોટક વસ્તુ લઇ જવાની મનાઈ છે..
એટલે કોઈ શ્રીફળ મા સંતાડી ને ના લઇ જાય ને એટલે"
ભોઠા ભાઈ:ઓહો ભગવાન ને પણ લોચા છે એમ????ઓકે હસે..પણ તું તો કહેછે કે વિસ્ફોટક વસ્તુ લઇ જવાની મનાઈ છે પણ આ જો બધા પોત-પોતાની પત્ની સાથે દર્શન કરવા તો જાય છે???
આટલું કીધું ત્યાં તો  ક્યાંક થી પગપાળા કરતી મંડળી આવી અને એમની ધક્કા મુક્કી મા હું અંદર પહોચી ગયો.અંદર ગયો ત્યાતો ઓહ્હ વિશાળ છજ્જુ,ભાગવાને પહેરેલા કીમતી ઘરેણાં,મોટું એ.સી બહુ બધા પંખા
અહાહાહા આવું જોઈ ને તો કોઈ ને પણ ઈર્ષા આવે,,,

                 પણ આ ભીડભાડ મા મારું પર્સ(વોલેટ) ચોરાઈ ગયુ.ઓહ્હ ફરીથી યાદ આવી ગયું..એ દુઃખ માંથી બહાર આવી ને પછી આગળ નું લખું.....ત્યાં સુંધી વધુ આવતા અંકે...

Thursday 19 January 2012

લગન....

લગન
          ઉપરનો શબ્દ સાંભળતા જ મનમાં એક જણ-જણાટી ઉભી થાય,જેના લગન થવાના હોય એને તો જણ-જણાટી(ગલગલિયા) થાય જ
પણ જેને લગન માં જવાનું હોય (ખાવા) એને પણ થાય.આ ભોઠા ભાઈ ના મત પ્રમાણે આ લગન એ એક ફિલ્મ જેવું છે.
જેમાં વર-વધુ એ અનુક્રમે હીરો-હીરોઈન નો ભાગ ભજવે છે.અણવર-અણવધુ એ સાઈડ એક્ટર-એક્ટ્રેસ,
કંકોત્રી આપવી એ ફિલ્મ નું પ્રમોશન,અહી લગ્ન વિધિ કરવાવાલા પંડિત એ ડાયરેક્ટર,
જે ફિલ્મ ના સીન નો એન્ગલ ગોઠવતા હોય છે,એટલે કે લગન મા ખુરશી સામ-સામે રાખવી કે બાજુ-બાજુ મા,
લગન મા સાત ફેરા રાખવા કે ચાર,આ બધી જ વાત નો આધાર પંડિતજી ઉપર છે.
પણ સ્ક્રીન-પ્લે એટલે કે કેટલો ભાગ કેટલો સમય ભજવાશે એ હીરો-હીરોઇન ઉપર છોડી દેવા મા આવે છે.
એટલે આજ-કાલ એવું જોવા મળે છે કે લગ્ન વિધિ બે-અઢી કલાક મા પતી જાય છે.
અને એ સમયે ઓડિયન્સ(જાનૈયા) માંથી એવું સાંભળવા મળે છે કે
 "પહેલા ના લગ્ન તો આરામ થી ચાર-પાંચ કલાક ચાલતા,શી ખબર આ લોકો ને શેની જલ્દી છે"
આવું બોલ્યા પછી એ લોકો ને બ્રહ્મજ્ઞાન થાય કે પાછળ નું વાક્ય સામે વાળો ડબલ મીનીંગ મા ના લેશે..
પણ આ લગ્ન વિધિ એ એવો સીન છે કે લોકો ને કંટાળો જ ચઢે છે.
એટલે ઓડિયન્સ ઈન્ટરવલ ની રાહ જોયા વગર ખાવા ના કાઉન્ટર ઉપર દોડે છે.
(કદાચ મનમાં બોલતા હસે કે"એને પૈણવું હોય તો પૈણ્યે,આપડે હાલો ખાવા")
                અને આવા લોકો ખાતી વખતે લગ્નવિધિ કે આજુબાજુ ના સબંધી બાજુ તો છોડો એ પોતાના પેટ બાજુ પણ જોતા નથી,
તેઓની નજર બાસુદી(ચોકલેટ બાસુદી,ક્રીમ બાસુદી,કેસર બાસુદી,બાસુદી વિથ રસગુલ્લા),શીખંડ (ક્રીમ શીખંડ,માવા શીખંડ,મેંગો શીખંડ)
હલવો(ગાજર હલવો,દુધી હલવો,ઇ.તિ.સી,,ઇ.તિ.સી) ઉપર રહે છે.
અને હવે તો જમણવાર એટલો ભવ્ય હોય છે કે શું ખાવું ને શું ન ખાવું એ કશ્મકશ માજ પેટ ભરાઈ જય છે.
અમુક એવો પણ વર્ગ હોય છે કે જેમના ઘરે કંકોત્રી આવતાજ પ્રથમ નજર "ભોજન સભારમ" ના સમય ઉપર અને બીજી નજર "શુભ સ્થળ" ઉપર પડે છે.
અને આવા વર્ગવાળા એ ખાવાના કાઉન્ટર મા લાઈન મા જોવા મળશે.
                ખેતરો માંથી પાર્ટી પ્લોટ બની ગયેલા વિશાળ પાર્ટી પ્લોટ મા ખાવા ના કાઉન્ટર શોધવા મા પણ બહુ અગવડતા ઉભી થાય છે.
આ ભોઠાભાઈ નું તો કહેવું છે કે ડીશ ની જોડે જોડે એક નકશો પણ આપી દેવો જોઈએ,જેથી વાનગીઓ શોધવા મા સગવડતા રહે.
અથવા પાર્ટી પ્લોટ નો આકાર ભારત ના નકશા જેવો હોવો જોઈએ જેથી ઢોસા,ચાઈનીસ સહેલાઈ થી મળે.
ઢોસા,ઈડલી સાઉથ મા રાખવાના,
ચાઈનીસ ચીન બાજુ,દિલ્લી ચાટ દિલ્લી મા,
તાવાપનીર,રીન્ગળ નો ઓળો,દાળ-બાટી રાજસ્થાન મા,
ઢોકળા,પાત્રા,ઊંધિયું ગુજરાત મા,
આઇસક્રીમ કાશ્મીર મા
મીનરલ વોટર નું કાઉન્ટર હરિદ્વાર(ગંગા) મા રાખવાનું..
અથવા એ જગ્યા એ ગાઈડ રાખી દેવાના.
જેથી તમે પૂછો કે "ભાઈ પાણીપૂરી નું કાઉન્ટર ક્યાં છે??"
ગાઈડ:જુવો સાહેબ ઓલા દિલ્લી ચાટ ના કાઉન્ટર થી જમણી બાજુ જાઓ,ત્યા ઢોસા નું કાઉન્ટર આવશે ત્યાંથી ડાબી બાજુ જાઓ..
અને થોડુંક ચાલસો ત્યાં ડાબા હાથે આઈસક્રીમ આવશે,એના એકઝેટ સામે.

હા હા હા
લોલ-મ-લોલ ને પોલ-મ-પોલ

Sunday 8 January 2012

એએએ કાકાપ્યો જ છે...!!!!

આજ થી ગણી ને પાંચ દિવસ રહી ને ઉતરાણ છે..
(વાંચી ને તમે મનમાં કહેશો કે એમાં શું નવાઈ છે,
હા હા હા,પણ લેખ ની શરૂવાત કરવા તો કઈક જોઈએ ને એટલે ચલાવી લેજો)

                            મને યાદ છે કે હું જયારે નાનો હતો અને ગુજરાતી ની પરીક્ષા માં "મારો પ્રિય તહેવાર" ઉપર નિબંધ પુછાય એટલે પૂરું...એમાં મારા પ્રિય તહેવાર માં "ઉતરાયણ" સિવાય કોઈ બીજા તહેવાર પર નિબંધ લખ્યો હોય એવું મને યાદ નથી...
એ લખતો હોઉં એટલે મારું આજુબાજુ જોવાનું બંધ થઇ જાય અને ત્રણ પત્તા ભરી ને નિબંધ લખું,
(એ વખતે આજુ બાજુ વાળા મારા જુવે એ અલગ બાબત છે)
અને લેખ લખતો હોઉં એમ નિબંધ લખવા બેસી જાઉં,પણ સાહેબ પેપર માં શું શોધતા હસે,ને એમને નઈ મળતું હોય એટલે માર્ક માતો ધબડકો થતો.
(અહિયા કોઈ એ એમ નઈ સમજવું કે હું નાપાસ થતો,કેમ કે આજ સુંધી મને એવી કોલેજ કે યુનીવરસીટી મળી નથી કે મને નાપાસ કરી શકે)
અને એ તહેવાર વિશે લખવાનું કારણ કે એકતો માર્ચ મહિનો ચાલતો હોય,એમાંય પરીક્ષા મારવાડી ઉઘરાણી કરતી હોય એમ માથે બેથી હોય
અને એમાં ઉતરાણ ની યાદ લખવાની હોય તો કોને ના ગમે.
                          મને લાગે છે કે લોકો ને ઉતરાયણ કરતા એની તૈયારી માં વધુ મજા આવે છે,દોરી રંગાવા એ કલાકો સુંધી બેસી રહેવું,ભાઈબંધો ની આખી ટોળકી
લઈને જવાનું,એમાંય અમુક પતંગ રસિયા કહે..."બોસ્સ ભોઠાભાઈ દોરી તો સુરત ની જ,તમારે મંગાવી હોય તો કહેજો"
તમારે પણ આવા સુરતના એજન્ટો તો હસે જ આજુ બાજુ,હું આવા લોકો ને "સિઝ્નેબ્લ નમુનો" કહું છું,
કેમ કે તહેવાર બદલાતા પ્રોડક્ટ પણ બદલાય પણ જો એકેય તહેવાર ના આવતો હોય તો એ સીઝન માં શેર બજાર થી ચાલતું હોય,,હાળા એમાં પણ પઈડ ના મુકે,શેર જેવા થઇ ને કહેશે "ભોઠાભાઈ આ શેર લઈલો,જબ્બર છે,
અને શેર ના ભાવ ડૂબે એટલે એને  શોધવા જઈએ તો ક્યાય દિવેલ પીધેલા જેવું મોઢું કરી,શેર માંથી બિલાડું બની ને બઠો હોય.
                          ઉતરાયણ આવતા એના ચાહકો પણ દેશ-વિદેશ થી આવાલાગે છે,એમાં NRI અને NRG(નોન સેરીડેન્ટ ગુજરાતી) બેવું આવી ગયા,
એ લોકો આવે એટલે તહેવાર તહેવાર મટી ઉત્સવ બની જાય.મુંબઈ ગયેલા સગા વાહલા આવે એટલે આપડે એમના માટે અડધા અડધા થઇ જઈએ છીએ (એ આપડો ગુણ છે)
ભલે ને પછી કે આપડે એમના ત્યાં ગયા હોઈએ અને "રોટલો મળે ત્યાં ઓટલો નઈ"એવી કહેવત સાંભળી ને મોકલી દે,
અને એન,આર,આઈ  લોકો ની તો વાત જ ના પૂછો,આજ સુંધી ગુજરાતીઓ(એમાંય ખાસ અમદાવાદી) ને મૂરખ બનાવવા વાળા કોઈ મળ્યા હોય ને તો માત્ર આ ગુજ્જુ એન,આર,આઈ.
આવશે એટલે ઓલી નાની-નાની ત્રિકોણ ચોકલેટો,આપડે ગાઈ-ગાઈ(રોઈ-રોઈ) ને મારી ગયા હોય ત્યારે આઈ-ફોન ની અવેજી માં એક નાનું ચાઈના નું પ્લેયર,અને માય નઈ એટલી
ફોરેન ની વાતો,
"અરે અમારા અમેરિકા માં તો આર.ઓ લાગવાની જરૂરજ નઈ,ડાઈરેક્ત ગળાઈ નેજ પાણી આવે તોય આતો પ્રીકોસન રાખીએ છીએ અને આર.ઓ નાખેલું છે,અને તમે એટલું ખારું પાણી છે તોય એક્વાગાર્ડ યૂઝ કરો છો,હાવ સીલ્લી??
(ઉપરનું વાક્ય ફોરેન ના લહેકા થી ફરી થી વાંચી જાઓ)
આ સાંભળી ને તો પહેલા મનમાં મોટ્ટી દઇ દિધ હોય,અને તોય મોઢું હસતું રાખવું પડે
(તમાચો મારી ગાલ લાલ રાખવા પડે)
અને મનમાંતો થાય કે આ ટણપો અમેરિકા ગયા પહેલા પોળ માં નળ નીચે ખોબા થી પાણી પીતો હતો,અને તોય અત્યારે એના માટેજ નવું નક્કોર એક્વાગાર્ડ નખાયું છે તોય રોવે છે.
પણ આતો આપડા મન મોટા હોઈ એટલે જવા દઈએ,
                            અને અંતે આવીજાય એ દિવસ જેની દરેક પતંગ રસિયાઓ ને રાહ હોય,સવાર ના પહોર માં પાચ વાગ્યા માં ધાબે ટેપ અને સી.ડી પ્લેયર નું સેટિંગ કરતા હોય.
આ એજ લોકો હોય કે જેને સવાર ના પહોર માં દૂધ લેવા જવામાં આળસ આવતી હોય,અને શિયાળા માં ઘડિયાળ માં સવાર ના પાંચ વાગેલા કદી જોયા પણ ના હોય.
પણ તોય કહેવાય છે ને કે "એવરી થીંગ ઇસ ફેર ઇન લવ એન્ડ વોર"(પ્રેમ અને જંગ માં બધું જ જાયસ છે)
અને ઉતરાયણ તો પ્રેમ અને જંગ નું મિશ્રણ છે.
જંગ ના શસ્ત્રો હોય છે ફીરકી,પતંગ અને સ્પીકર
અને
જંગ ના શસ્ત્રો હોય છે નજર,કેમેરા અને દુરબીન.
નવી નક્કોર ફીરકી કાઢશે અને તાજા જ રંગ-બેરંગી(રંગીન અને બેરંગી,રાતે તુક્કલ કાપવા તો ધોળા(બેરંગી) જ હોય ને) પતંગ કાઢશે..
અને જાણે એવો અહેસાસ થાય કે દરેક ધાબા વાળા પોતાની એક સેના બનાવી હોય.
મારા સ્પીકર નો અવાજ ઓલા ના ધાબા કરતા વધારે જ આવો જોઈએ.
અને એટલી જ પડાપડી અંદર અંદર દુરબીન માટે થતી હોય,અને એટલે જ એક્ષ્ટ્રા ઝૂમ વાળા કેમેરા ઓલા એન,આર,આઈ ભાઈઓ જોડે મંગાવતા હોએએ છીએ.
                     પણ આ નમુના ધાબે પણ આપણને ના મુકે,ફીરકી આપડા હાથ માં પકડાવી દે અને પોતે પતંગ ચગાવા માંડે,પણ જો ધરાહાર પતંગ ધાબા ની બહાર જાય તો,
અને આવા લોકો ના "કામ ઓછા ને વેશ જાજા".મોઘા ભાવની ડોક્ટર ટેપ થી આખો હાથ ભરી દીધો હોય,મોઘા(એમની ભાસા માં "એક્ષ્પેન્સિવ્") રીબોક ના ચશ્માં અને ચડ્ડા ચડાવી ને આવે.અને આને ગમ્મે તેટલી છૂટ અપાઈ એ તોય પતંગ નો ગરબો ઘેર જ લાવે.
પછી કંટાળી ને એને પડતો મુકીએ અને એના કેમેરા થી આજુ બાજુ જોવાનું ચાલુ કરીએ.
અરે એમાં પણ એક મજા છે,આ ધાબા થી ઓલી/ઓલા (છોકરીઓ માટે ઓલો અને છોકરાઓ માટે ઓલી સમજી લેવું) ને જોવું.
એ પણ કોઈ ની સરમ રાખ્યા વગર,એ નજર થી નજર મળવું,હાથમાં મમરા નો લાડુ પકડી ને ઈસરા થી ખાવા માટે પૂછવું,ભલે કોઈ બ્યુટી કોન્ટેસ્ટ ના હોય તોય ટકા-ટક તૈયાર થઇ ને આવી હોય,
અને જો કોઈએ એનો પતંગ કાપ્યો તો એ પતગ કાપવા વાળા નો પતંગ કાપી ને જ હાંશ થાય.
આવી જાત જાત ની ભાવના સાથે દિવસ પસાર કરીએ,
                   અને ગુજરાતીઓ ની એક ખાસીયત છે,એને થોડાક થી ધરાય જ નઈ,ભલે એ ડિસ્કાઉન્ત હોય,બાર્ગેનિંગ હોય કે તહેવાર હોય.
ઉતરાયણ તો ૧૪ મી જાન્યુવારી એ પતિ જાય,પણ અપડા ગુજરાતી ને એનાથી પેટ નથી ભરતું એટલે એને ભરવા "વાસી ઉતરાણ" મનાવે છે..ભલે આવા લોકો અડધા કલાક પછી ની "વાસી" રોટલી પણ ના ખાતા હોય.પણ વાસી ઉતરાણ એટલા જ આનંદ ઉલાસ થી માનવતા હોય છે.
કહેવાય છે કે સુરત ની ઉતરાણ વખણાય છે,મેં તો કદી ત્યાં ઉતરાણ કરી નથી પણ મને લાગે છે કે ત્યાં ઉતરાણ માનવા નું કારણ એ હસે કે પતંગ કાપવા ની સાથે "એ કપ્યોંયોયો જ છે" ના બદલે સુરતી ભાષા માં ગાળ બોલતા હસે,એટલે જ લોકો ને ત્યાની ઉતરાણ ગમતી હસે.

હા હા હા
લોલ-મ-લોલ ને પોલ-મ-પોલ

આ વખત ની નવી બૂમ "એ કાપ્યો જ છે" ના બદલે "એએ ભોઠો પડ્યોયોયોયો છે"
હું ખાત્રી રાખી ને કહું છું કે આ બુમ પડતાની સાથે સામે વાળા નો પતંગ કપાઈ જશે..
હા હા હા

Friday 30 December 2011

"સુંદરતા ના વખાણ કરવા એ એક સારો ગૂણ છે"

"સુંદરતા ના વખાણ કરવા એ એક સારો ગૂણ છે"

આ લાઈન તો ખબરની કોને કીધી છે પણ હું તો એના રસ્તેજ જાઉં છું..
મને તો બધાના વખાણ કરવા બહુ ગમે છે(લોકો મારા વખાણ કરે એ પણ મને ખૂબ ગમે છે પણ ખબર નઈ કેમ કોઈ કરતુ જ નથી)
પણ કહેવાય છે ને કઈ સારું કરવા જઈએ અને કઈ ખોટું થાય તો નવી નઈ..કારણ કે જો કોઈ છોકરી ના વખાણ કરીએ(એ વખાણ કરવા લાયક હોય છે કે નઈ એવો કોઈ મેં criteria બાંધ્યો નથી)
અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે જો કોઈ તમને જો કોઈ છોકરી ગમતી હોય અને જો એના તમે વખાણ કરો તો એ હમેશા તમારી બની જતી હોય છે.(પણ મેં આવું કઈ ટ્રાય કર્યું નથી ને કરવા પણ નથી માંગતો)
હા પાછી મૂળ વાત ઉપર આઈ  જાઉં છું.
હવે લોચા એ પડે છે કે  જો કોઈ છોકરી ના વખાણ કરીએ તો જાણે આપડે સુય કરી અને કહી દીધું હોય એમ આપડી સામે જુએ..
અને એવી રીતે જુએ કે જાણે  હેલ્મેટ વગર પોલીસ વાળો જે રીતે આપણને જોતો હોય એ રીતે ...અને मनमे तो लड्डू फूटा એ એ.ડ ચાલતી હોય.
પાછી આપણને લાગે કે  આતો તો વખાણ ના સીન માંથી રોમેન્ટિક સીન ચાલુ થઈગયો(અને આને કહેવાય  "હસવા માંથી ખસવું થવું")
એટલે આપડે કહીએ અરે સાચું કહું છું ક તું ખૂબ સરસ લાગે છે(અહી એમ ના કહેવાય કે તું બહુ જોરદાર લાગે છે)
मनमे दूसरा लड्डू फूटा?
એટલું મોટું સાહસ ખેડ્યું હોય અને સામે આપણને "થેંક્યું" પણ સંભાળવા ના મળે ..
આવું પણ મોસ્ટ ઓફ ગુજરાતી છોકરી હોય તો થવાના ચાન્સીસ વધારે છે..એવું મેં જોયું ને અનુભવ્યું છે..
કઈ નઈ પાછી આપડે એવું ધરી લેવું પડે કે એને મનમાં મિચ્છામી દુકડમ ની જેમ થેન્ક્યામીદુકડમ કહી દીધું હશે..

એટલે હવે મેં છોકરીઓ ના વખાણ કરવા નું બંધ કરી દીધું છે..
અને છોકરાઓ ના વખાણ તો ભૂલ થિય  પણ ના કરાય નઈ તો બોબીડાર્લિંગ જેવો ગણીલે બધા..હા હા હા..

(અહી એક જોક યાદ આવ્યો છે ,થોડો ડર્ટી છે તો પોતાના જોખમ ઉપર વાંચજો)

૧ છોકરી:યુ લુકિંગ બ્યુટીફૂલ..

૨ છોકરી:થેંક્યું..

અને

૧ છોકરો:યુ લુકિંગ હેન્ડસમ..

૨ છોકરો:જાને અહી થી,ગે વેળા કાર્ય વગર...
(અહી હું કોઈ ગરેન્તી નથી લેતો કે તમને હસું આવશે જ)
 હા હા હા
લોલ-મ-લોલ ને પોલ-મ-પોલ